પાટણ : યુનિવિર્સટી જમીન વળતર મામલે જપ્તીનો કરાયો હૂકમ

પોસ્ટ કેવી લાગી?

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી કેમ્પસ માટે સંપાદન કરાયેલી જમીનમાં વળતરથી બાકી રહી ગયેલા રપ અરજદારોને રૂપિયા ૧૪ કરોડ ૬ લાખ વળતર ચુકવણી રપ વર્ષથી કરાઈ નથી. ર૦૧૯માં કોર્ટ હુકમ કર્યા પછી પણ વળતર ન ચૂકવાતા મિલકત જપ્તી માટે કરાયેલી અરજી બુધવારે કોર્ટ માન્ય રાખી હતી.

સરકાર અને પછી યુનિવિર્સટીની જંગમ મિલકતો જપ્ત કરવા અત્રોની સિવિલ કોર્ટ હુકમ કર્યો હતો.જોકે સરકારી વકીલ દ્વારા અદાલતના હુકમ સામે હાઈકોર્ટમાં જવા માટે ૬૦ દિવસની મુદત માંગતા સિવિલ કોર્ટ દ્વારા ૩૦ દિવસની અવધિ આપી છે.

પાટણ ખાતે યુનિવિર્સટી કેમ્પસ બનાવવા માટે ૧ર એિપ્રલ ૧૯૮૭ ના રોજ જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ઘ થયું હતું. જેમાં ૮૦ જેટલા ખેડૂતોની કુલ ૧૭૧ એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ ગૃપમાં જમીન ધારકો દ્વારા વળતર મેળવવા કવાયત હાથ ધરી હતી. છેલ્લે રપ જેટલા ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં વધુ વળતર માટે અરજ કરી હતી. જેમાં રૂપિયા ૧૦૦ વળતર મંજુર કરતો હુકમ ર૦૧પમાં થયો હતો.

આ પછી દેવીપૂજક જેણાભાઈ નાથાભાઈ સહિતના અરજદારો દ્વારા પાટણ સિવિલ કોર્ટમાં વળતર મેળવવા અરજી કરતા ૩૦ નવેમ્બર ર૦૧૯ના રોજ વ્યાજ અને મળવાપાત્ર લાભ સાથે વળતર ૧૦ દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. પણ રકમ ન ચૂકવાતા સામાવાળા જમીન સંપાદન અધિકારી-વ-નાયબ કલેકટર અને રજીસ્ટાર યુનિવિર્સટી સામે મિલકત જપ્તી વોરંટ કાઢવા અરજ કરાઈ હતી.

આ કેસ બુધવારે પાટણનાસિવિલ જજ મનોજ એસ દવે સમક્ષ ચાલી જતા પ્રત્યેક દરખાસ્તદારે રૂપિયા ૧પ૦૦૦ ડિપોઝિટ પેટે જમા કરાવ્યેથી સામા વાળા જમીન સંપાદન અધિકારી-વ-નાયબ કલેકટર સરકારની તમામ મિલકત જપ્ત કરવા પછી જો વધુ જપ્તીની જરૂર હોય અને તેવા સંજોગો જણાતા હોય તો રજીસ્ટાર યુનિવિર્સટીની જંગમ મિલકત પણ જપ્ત કરવા હુકમ કર્યો હતો.

સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વળતર ચૂકવવાની જવાબદારી સરકારની નહી પરંતુ યુનિવિર્સટીની બને છે. યુનિવિર્સટી બની ત્યારે ભંડોળની વ્યવસ્થા કરવાની યુનિ.એ સરકારને બાહેધરી આપેલી હતી તે પછી સંપાદન થયું હતું.યુનિવિર્સટીને પોતાનું સ્વભંડોળ હોય છે તેની આવક હોય છે સરકારની ગ્રાન્ટ પણ મળે છે એટલો કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારવા માટે ૬૦ દિવસની મુદત માંગતા કોર્ટ દ્વારા ૩૦ દિવસ ની મહેતલ આપવામાં આવી છે.

જમીન વળતર ચૂકવવામાં યુનિવિર્સટી દ્વારા સરકાર ઉપર અને સરકાર દ્વારા યુનિવિર્સટી ઉપર જવાબદારી ઢોળવામાં આવી રહી છે. યુનિવિર્સટી દ્વારા સરકાર ગ્રાન્ટ આપે તો તરત જ વળતર ચુકવી દેવાશે તેવી દલીલ કરવામાં આવી હતી. જ્યારે સરકાર પક્ષ દ્વારા આ જવાબદારી માત્ર યુનિવિર્સટીની બને છે તેવી દલીલ કરી હતી.

૧૩ ખેડૂતોએ સ્વૈિચ્છક સંમતિથી જમીનનો કબજો યુનિવિર્સટીની સોંપ્યો હતો તેમને તે સમયે મહેસાણા કોર્ટ ચોરસ મીટરના રૂપિયા ૩૬વ્યાજ સાથે વધુ ચૂકવવા આદેશ કર્યો હતો આ પછી ૧ર ખેડૂતોના એક ગ્રુપે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વધુ વળતર માટે અરજ કરી હતી. પરંતુ સમયમર્યાદાના વિલંબથી તેમના કેસ કાઢી નાખવામાં આવ્યા હતા.

૧૯૯૪-૯પ માં યુનિવિર્સટીને જમીનનો કબજો મળ્યો હતો તે પછી વધુ વળતર મેળવવા માટે પ૩ જેટલા ખેડૂતો દ્વારા અરજ કરાતા મહેસાણા કોર્ટ દ્વારા રૂપિયા ૧૦૯૩૦ તથા રૂપિયા ૬૩ મુજબ અલગ અલગ વળતર મંજૂર કરતા નારાજ થઈ ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજ કરતા હાઇકોર્ટ દ્વારા અલગ-અલગ ગ્રુપના કેસોમા એક સર્વગ્રાહી ચુકાદો આપી ખેતીની જમીન માટે રૂપિયા ૬૦ અને બિન ખેતી જમીન માટે રૂપિયા ૭૮ પ્રતિ ચોરસ મીટર મંજૂર કરાયા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures