પાટણ નગરપાલિકાની વોટર વર્કસ પાણીના ટાંકા માટે ૧.૭ર કરોડ, ૪૯ જેટલા જુદા જુદા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનો નાંખવા માટે ૯૦ લાખ, ફિલ્ટર પ્લાન્ટની જૂની પાઈપોને બદલવા સહિત અલગ અલગ ત્રણ વિસ્તારોમાં બોરોના કામો મળી અંદાજે ૩.૯૮ કરોડનો ૬ ઓગસ્ટના રોજ શરતોને આધીન ટેન્ડરની જાહેરાત તમામની સહીઓથી બહાર પાડવામાં આવી હતી. ત્યારે ૩.૯૮ કરોડનું મોટુ કામ હોવાથી શરતો ભારે રાખી સારી એજન્સી કામ કરવા આવે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું હતું.

ત્યારે ૧રમી ઓગસ્ટના રોજ ટેન્ડર ભરવા ઈચ્છુક એજન્સીઓની પિ્ર બીડની મિટીંગ રાખવામાં આવી હતી ત્યારે આ પિ્ર બીડની મિટીંગમાં જય બિલનાથ નામની એકજ એજન્સીએ શરતોમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. પરંતુ તે સમયે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ઉપસ્થિત સત્તાધીશોએ શરતોને યથાવત રાખી હતી.

ત્યારે ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખમાં અને છેલ્લી ઘડીએ એકાએક એકજ એજન્સીને પાલિકાના મુખ્ય સત્તાધીશો વશ થઈને શરતોમાં ફેરફાર કરાતાં વિવાદ સર્જાયો હતો અને વોટર વર્કસના ટેન્ડરની શરતોમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવા માટે વોટર વર્કસના ચેરમેનને વિશ્વાસમાં ન લેતાં તેઓની પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જો ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવો જ હતો તો પિ્ર બીડની મિટીંગમાં શરતોમાં ફેરફાર કેમ ન કરી અંતિમ ઘડીએ એક જ એજન્સીએ લાભ અપાવવા માટે શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો પણ વિવાદ સર્જાયો છે. આમ, જો એકજ એજન્સીના લાભ માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હશે તો મોટો ભ્રષ્ટાચાર થવાની સંભાવના પણ શાસક પક્ષાના કેટલાક સદસ્યો સેવી રહયા છે.

ત્યારે આ અંગે વોટર વર્કસના ચેરમેનને શરતો બદલવા બાબતે પુછતાં તેઓ ર૩ તારીખના રોજ નગરપાલિકાના કામે બહાર ગયા હોવાથી તેમના મોબાઈલ ઉપર સાડા ચાર કલાકે શરતો બદલવા ફોન આવતા તેઓએ શરતો બદલવાની સ્પષ્ટ ના પાડી હતી તેમ છતાં વોટર વર્કસના ચેરમેનને વિશ્વાસમાં લીધા વિના શરતોમાં ફેરફાર કરી એકજ એજન્સીને લાવવાના પ્રયત્નો હાથ ધરાતાં તેઓએ નારાજગી દર્શાવી હતી.

જોકે આ મામલે ચીફ ઓફિસર પાંચાભાઈ માળીને પુછતાં તેમણે આ ટેન્ડરની શરતોમાં ફેરફાર બધાની સંમતિથી અને ટેન્ડરમાં સ્પર્ધાત્મકતા વધે અને શરતો થોડી આકરી હોવાથી ઠેકેદારો ઓછા આવતાં હોવાથી તેઓ ટેન્ડરો વધુમાં વધુ ભરાય તો સ્પર્ધાત્મકતા વધે તે માટે નગરપાલિકાનાં હિતમાં શરતોને બદલવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024