બેંક ઓફ બરોડાની માર્કેટયાડૅ શાખા પાટણમાં માંડોત્રી ગામના પટેલ હર્ષદકુમાર નટવરભાઈએ દવાખાનામાં પૈસાની જરુર હોઈ ૯૧ હજાર રુપિયા મશીનમાં ભર્યા હતા પરંતુ બેંક ઓફ બરોડાની માર્કેટયાડૅ શાખાના મશીનમાં ટેકનીકલ ફોલ્ટ હોવાથી તેઓના ૮૯ હજાર રુપિયા મશીનમાં જતા રહયા બાદ ટેકનીકલ ફોલ્ટ સર્જાતા બે હજાર રુપિયા પાછા આવ્યા હતા.
જેથી તેઓ અટવાઈ ગયા હતા અને તાત્કાલિક બેંક ઓફ બરોડાના મેનેજરનો સંપર્ક કરી તેઓને આ અંગેની ફરીયાદ કરી અરજી આપી હતી ત્યારે મેનેજરે પટેલ હર્ષદભાઈને આ અમાર અંદર આવતું ન હોવાથી ટોલ ફ્રી નંબર પર વાત કરવા જણાવતાં તેઓએ બેંક ઓફ બરોડાના ત્રણ ટોલ ફ્રી નંબરો ઉપર સંપર્ક કર્યો હોવા છતાં મેનેજર અને ટોલ ફ્રી નંબર પર શાતોસકારક જવાબ મળ્યો ન હોવાથી તેઓ દ્વીધામાં મુકાયા હતા.
અને તેઓના મશીનમાં જ જતા રહેલા ૮૯ હજાર રુપિયા પોતાના ખાતામાં જમા ન થતાં તેઓને તાત્કાલિક હોસપીટલમાં પૈસા આપવાના હોવા છતાં તેઓને મળી શકયા ન હોવાથી તેઓ મુંઝવણમાં મુકાયા હતા અને હર્ષદ પટેલે જણાવ્યું હતું કેમાર્કેટયાડૅ શાખાના એટીએમમાં સિકયુરીટી ચોકીયાત કે સીસીટીવી કેમેરાનો પણ અભાવ હોવાથી ગ્રાહકો સામે મોટો ખતરો ટોળાઈ રહયો હોવાના આક્ષોપો કરી
બેંક તમામ ગ્રાહકો પાસેથી તમામ ચાર્જ વસુલતી હોવા છતાં તેઓને તે પ્રમાણેની સુવિધા બેંક દવારા ઉપલબ્ધ કરાવવામાં ન આવતી હો વાના પણ આક્ષોપો કરી બેંકના મેનેજર અને ટોલ ફ્રી નંબર વાળા ચોવીસ કલાકમાં પૈસા પરત મળી જવાની વાત કરતાં તેઓએ પોતાના પૈસા યોગ્ય સમયે કામમાં ન આવે તો શું કરવાનું? તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.