પાટણ : માર્કેટયાર્ડમાં માવઠાની અસરને લઈ કપાસની હરાજી રખાઈ બંધ

patan-cotton-auction-closed-due-to-mawtha-effect-in-market-yard

પાટણ જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે અને વહેલી સવાર કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓનો કપાસનો જથ્થો પલડે નહીં તે માટે પાટણ સિદ્ઘપુર અને હારિજ માર્કેટયાર્ડ દ્વારા આજ થી કપાસની ખરીદી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે જીરાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે . પાટણ માર્કેટયાર્ડમાં ૧૯,૦૦૦ મણથી વધુ કપાસનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે.જ્યારે હારિજ ગંજ બજારમાં પણ ૮૦૦૦ મણ કપાસનો જથ્થો આવી રહ્યો છે.

ત્યાં જીનિંગ મિલોમાં પણ કપાસનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે.ત્યારે સિદ્ઘપુર માર્કેટયાડમાં પણ આસપાસના ગામોમાંથી ખેડૂતો કપાસના વેચાણ માટે આવી રહ્યા છે.પરંતુ આજે હવામાનમાં એકાએક પલટો આવ્યો છે.

અને માવઠું થતા ખેડૂતો અને વેપારીઓનો કપાસનો જથ્થો પલડે નહીં તે માટે પાટણ ગંજબજાર દ્વારા આજ થી શનિવાર સુધી ત્રણ દિવસ કપાસની ખરીદી બંધ રાખવા નિર્ણય લેવાયો છે

અને સોમવારથી રાબેતા મુજબ કપાસની ખરીદી શરૂ કરવામાં આવવાનું માર્કેટયાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવી માવઠાની અસરને લઈ ખેડૂતોને અવગત કરાયા હોવાથી પાટણ માર્કેટયાર્ડમાં નહિવત વેપારીઓનો અનાજનો જથ્થો બગડયો ન હોવાનું જણાવ્યું હતું.