પાટણ: વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-366 અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.2,01,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.

ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-૩૬૬ કિ.રૂ.૪૮,૬૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીનુ સુપર કૈરી ટરબો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૨,૦૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ને પકડી પાડતી હારિજ પોલીસ.

પો.અધિ.પાટણ એચ.કે.વાઘેલાએ દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. એ.બી.ભટ્ટ તથા અ.હેઙ.કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેઙ.કોન્સ. અબ્દુલકૈયુમ મિરસાબખાન તથા અ.પો.કોન્સ.વિજયભાઇ લગધીરભાઇ તથા અ.પો.કોન્સ. રણજીતજી વિરાજી તથા આ.પો.કોન્સ. બીપીનભાઇ વજુભાઇ તથા અ.પો.કોન્સ પ્રવિણજી ગુલાજી વગેરે હારિજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમા રાત્રી ના સમયે પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન અ.હેઙ.કોન્સ.ખોડાજી સોમાજી તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધીરભાઇને સયુકત રીતે મળેલ બાતમી આધારે એક મારૂતિ સુઝુકી કંપનીનુ સુપર કૈરી વાહન રોકાવી તેમાં પંચો રૂબરૂ તપાસ કરતાં જે વાહનમાં પાછળના ભાગે (ડાલા)માં પાણીની બોટલોના બાંધાઓની વચ્ચેના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અલગ અલગ કંપનીની મળી કુલ બોટલ નંગ- ૩૬૬ જે કુલ કી.રૂ.૪૮,૬૦૦/- ની મળી આવેલ તેમજ સદરી ગાડીમાં તેનો ચાલક તથા એક અન્ય ઇસમ હાજર હોઇ

(૧) શકિતસિંહ મેરૂભા ઝાલા રહે.કટુડા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર

(૨) નાકીયા વિપુલભાઇ કરશનભાઇ રહે.કટુડા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર

જે બન્ને ની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૨૫૦૦/- તથા સારસ કંપનીની એક લીટરની બોટલો ભરેલ બાંધા નંગ-૧૨ હોઇ જે એક બાંધાની કિ.રૂ.પ0 લેખે કુલ બાંધા નંગ-૧૦ કિ.રૂ.૫૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીનુ સુપર કૈરી ટરબો રજી.નંબર જીજે-૧૩-એ.ડબ્લુ-૪૨૪૮નુ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- કુલ કિં.રૂ.૨,૦૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે બન્ને ઇસમો ને પકડી પાડી તેમના વિરુધ્ધમા ધી પ્રોહી એક્ટ મુજબ ધોરણસરની ફરીયાદ દાખલ કરી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here