રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે હારીજ તાલુકાના જસવંતપૂરા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના શિક્ષણલક્ષી વિકાસકાર્યોના લોકાપ્રણ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવનિમિત પ્રકલ્પોનું લોકાપ્રણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યું કે, કેળવણી એ દેશની પ્રગતિનો આધાર છે. સમાજની પ્રગતિ માટે શિક્ષણ અતિ આવશ્યક છે અને તેમાં પણ કન્યા કેળવણી સૌથી મહત્વની બાબત છે. એક શિક્ષિત સ્ત્રી તેના સમગ્ર પરિવારને શિક્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર સ્ત્રી શિક્ષણની દિશામાં સતત કાર્યરત છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ દરેક માતા પિતાને કન્યા કેળવણીની આ ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી હતી.

પ્રાસંગીક ઉદબોધન કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપિ્રત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ પણ શિક્ષણ માટે ઘણી સારી માળખાગત સુવિધાઓ ઉભી કરી છે. ગ્રામજનો તેમના બાળકોને શાળામાં દાખલ કરે, તેમના શિક્ષણ પર દેખરેખ રાખે અને શિક્ષકો સાથે સંપર્કમાં રહીને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા અદા કરે તે આવકારદાયક છે. સારા શિક્ષણના ઉપયોગ થકી ગુણવત્તાયુક્ત જીવનધોરણ અપનાવવાની અપીલ કરવાની સાથે સાથે જિલ્લા કલેક્ટરએ કોરોના પ્રતિરોધક રસીકરણ માટે પણ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જસવંતપૂરા ગામે નવનિમિત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાપ્રણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાલયના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તા.૦૧ ઓગષ્ટના રોજ જ્ઞાનશક્તિ દિવસ અંતર્ગત શિક્ષણલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાપ્રણ અને ખાતમૂહર્તના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાધનપૂર તાલુકાના અલ્હાબાદ, સમી તાલુકાના વેડ તથા શંખેશ્વર ખાતે મળી કુલ ૧૩૪ ઓરડાઓના લોકાપ્રણ કરવામાં આવ્યા. સાથે જ રાધનપૂર તાલુકાના વિજયનગર, જુનીધરવડી, ગૌટીમ્બા અને ઈન્દ્રનગર ખાતે શાળાના નવીન ૧પ ઓરડા તથા જાવંત્રી ખાતે સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે જિલ્લાની શાળાઓના પ૦ર વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું તથા ૧૭ જેટલી માધ્યમિક શાળાઓમાં આઈ.સી.ટી. લેબનું લોકાપ્રણ કરવામાં આવ્યું. સાથે સાથે ૩૬ પ્રાથમિક શાળાઓનો સ્કુલ આેફ એકસેલન્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024