ઉત્તર ગુજરાતમાં મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં એમ.કે. ગ્રૂપ દ્વારા નિમિત્ત સબરીમાલા હોસ્પિટલનું રવિવારનાં રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રીબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલે ઉદઘાટન કર્યા બાદ અદ્યતન મેડીકલ સેવાઓ સાથે નિર્માણ પામેલ સબરીમાલા હોસ્પિટલના વિવિધ વિભાગો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. હોસ્પિટલના આયોજક મુકેશભાઈ કે. પટેલે સમગ્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને માહિતગાર કરવામાં આવ્યા હતા. માતરવાડી ખાતે આવેલ એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે હાજરી આપી હતી અને મુકેશભાઈ પટેલને તેમના નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ બનવાથી અહીંના લોકોને આરોગ્યની સેવાઓ લવા બહાર જવું નહીં પડે અને તેઓને ઘરઆંગણે જ આરોગ્યની સેવાઓ મળી રહેવાનું જણાવી વધુમાં સબરીમાલા હોસ્પિટલ ખાતે આવનાર દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને સારી ભાવનાથી જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સબરીમાલાના ઉદઘાટન પ્રસંગે સબરીમાલા હોસ્પિટલના ચેરમેન મુકેશભાઈ પટેલે તેમને સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યકત કરી પાટણ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની તાતી જરુરીયાત હોઈ તેઓ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તેવા શુભ આશયથી આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, પુર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી અને પુર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બીબો, પ્રબુદ્ઘ નગરજનો અને મોટી સંખ્યામાં એમ.કે.શૈક્ષણિક સંકુલના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મુકેશભાઈ પટેલને નવી સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યોહતો.