પાટણ જિલ્લાના ગુજરાત ડેરી વિકાસ નિગમ, એસટી નિગમ, સંઘ, સહકારી બેન્ક, સંસ્થા, ખરીદ વેચાણ સંઘ , નોંધાયેલ કંપની , ફેકટરી, મિલો તેમજ આ યોજનામાં સમાવિષ્ટ તમામ વિભાગના પેન્શનરોએ જાગૃત થવું અતિશય અનિવાર્ય છે.
સંગઠન વધુ મજબુત બનાવવાના શુભ આશય થી પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પેન્શન ધારકો દ્વારા પોસ્ટર બેનરો મારફતે પોતાની માંગણી સંતોષવા સૂત્રોચ્ચાર કર્યાં હતા.
દેશના ર૭ રાજ્યો કરતાં વધુ રાજ્યોના ૬૭ લાખ કરતા વધુ પેન્શનરો જે ગુજરાત રાજ્યના પેન્શનર ૧પ લાખ કરતા વધુ ભાઇઓ તેમજ બહેનોનો સમાવેશ થયેલો છે તેમને હાલમાં દર માસે ૩૦૦ થી રપ૦૦ રૂપિયાની આસપાસ પેન્શન મળી રહયું છે.
ત્યારે પેન્શનરોને તેઓની સમસ્યાઓ દૂર થઇ શકે તેટલી પેન્શનની જરૂરીયાત છે પેન્શનના ન્યાય માટે છેલ્લા પાંચ વર્ષથી સતત વણથંભી અનેક પ્રકારના વિધ્ન મુશ્કેલીઓનો સામનો કરીને રાષ્ટ્રીય આંદોલન સમિતિ કાર્યરત છે.
અધ્યક્ષ રાઉત આદેશનું પાલન કરીને દેશમાં બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ અંતર્ગત પાટણ જિલ્લામાં તેના અમલના ભાગરૂપે ઉમેદભાઇ પ્રજાપતિ,ગૌતમભાઈ બ્રહ્મભટ સહિતના આગેવાનોએ બેનર બનાવીને બગવાડા દરવાજા પાટણ ખાતે જાહેર જગ્યાએ પેન્શનર ભાઇઓ તથા બહેનો એ જાગૃત થવાના હેતુથી બેનર લગાવ્યા હતા.