આમ આદમી પાર્ટી દ્વારા વધતી જતી મોંઘવારી અને કુદકે ને ભુસકે વધી રહેલા પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણગેસના ભાવને લઈને આજરોજ શહેરના છીંડીયા દરવાજા ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનો અનોખો દેખાવ કરી ઉંટલારીઓમાં વિવિધ બેનરો સાથે આ રેલી શહેરના રાજમાર્ગો પર નીકળતાં આકષણનું કેન્દ્ર બની હતી. ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે આ રેલી આવી પહોંચતા વધતા જતા પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ અને મોંઘવારીના વિરોધમાં ભાજપ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ત્યારે આમ આદમી પાર્ટી દવારા આયોજીત કરાયેલી મોંઘવારી વિરુધ્ધની રેલીની પરમીશન લેવામાં ન આવતાં પોલીસ દવારા બગવાડા દરવાજા ખાતે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરાતાં ભાજપ હમસે ડરતી હૈ પોલીસકો આગે કરતી હૈ ના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂકયું હતું.
ત્યારબાદ મોંઘવારીના વિરોધમાં વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આમ લોકશાહીમાં રાજકીય પાર્ટીઓને સરકાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શિત કરતાં પણ પોલીસ દવારા અટકાવવામાં આવતાં કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી હતી.