વિધ્નહરતા ગણેશજીના જન્મ દિનને લઈ શહેરના હિંગળાચાચર ચોકમાં આવેલ ગણપતિની પોળ ખાતે ગણપતિ દાદાનું અતી પ્રાચિન મંદિરમાં આર્ટીફીસ્યલ ફુલો અને ગણેશજીને સુંદર ફુલોની આંગીથી શુશોભિત કરવામાં આવ્યા હતાં
અને મોટી સંખ્યામાં ભાવિક ભકતો ગણેશ ચતુર્થીને લઈ ગણપતી દાદાના દર્શનાર્થ ઉમટી પડયા હતાં.
અને તેઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સ્થાનિક પુજારીએ ગણપતી દાદાના ઐતિહાસીકતાનું વર્ણન કરી તેઓ ચમત્કારીક હોવાનું પણ જણાવ્યું હતું.