તા.૧૮ મેના રોજ બપોરથી પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના, જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડ પર.
સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તૌકતે સાયક્લોનની અસર પાટણ જિલ્લામાં પણ થવાની સંભાવના છે ત્યારે જાનમાલનું નુકશાન ટાળી શકાય તથા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, પાટણ જિલ્લામાં તા.૧૮ મેના રોજ તૌકતે સાયક્લોનની અસર થવાની શક્યતા છે ત્યારે જિલ્લાના કોઈપણ નાગરિકના જાનમાલને નુકશાન ન થાય તે તંત્રની પ્રાથમિકતા છે. જર્જરીત મકાનો અને પાણીના ટાંકાની આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવા પણ સુચના આપવામાં આવી છે. જ્યારે સાંતલપુર વિસ્તારના અગરીયાઓને પણ આશ્રયસ્થાનોમાં મોકલી આપવામાં આવ્યા છે.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
- રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે: ભૂવાની મેલી મુરાદ પૂરી ન થતાં યુવતીએ પગલું ભર્યું.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, તમામ તાલુકાદીઠ વર્ગ-૧ના લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે, જે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેથી તાત્કાલિક જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી શકાય. સાથે જ જિલ્લામાં ખાનગી અને સરકારી મળી કુલ ૬૧ જેટલી હોસ્પિટલ્સમાં કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓ હોઈ પુરતા પાવર બેક-અપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં તા.૧૮ મેના રોજ બપોરથી તૌકતે સાયક્લોનની અસર થવાની સંભાવના છે. જેમાં ભારે પવન અને વરસાદની પણ શક્યતાને ધ્યાને લઈ રસ્તા પરના મોટા વૃક્ષોના પ્રુનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મોટા હોર્ડિંગ્સ અને બેનર્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાના રાધનપુર, સમી તથા પાટણ તાલુકાઓ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત રહેશે.