પાટણ જિલ્લા પંચાયતની આજરોજ કારોબારી બેઠક મળી હતી બેઠકમાં કેટલાક મહિલા સદસ્યના પતિદેવની હાજરી ચર્ચાસ્પદ બની હતી જોકે મીડિયા અને ડીડીઓની હાજરી ને લઈ આખરે પતિદેવો ને મિિટગ ની બહાર બેસવું પડ્યું હતું
સાથે સાથે આજની કારોબારી મા ઓકિસજન પ્લાન્ટ, ફર્નિચરઅને વાહનની દરખાસ્ત ને મંજૂરી આપાઈ હતી.
જોકે પ્રોટોકોલ મુજબ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઆે મા હાલ ૩૩ ટકા મહિલા ને સ્થાન મળ્યું છે પણ મહિલાઆે ના પતિદેવો વહીવટ કરતા હોય છે તે આજની આ બેઠક પરથી ફલિત થયું હતું.