પાટણ જિલ્લા પંચાયતના સ્વણિમ ભવન ખાતે આજરોજ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં ગતસભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.ત્યારબાદ અગાઉની સભામાં લીધેલા વિવિધ નિર્ણય પર લીધેલા પગલાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.તદુપરાંત કેન્દ્રીય ૧પ મા નાણાપંચ અંતર્ગત નાણાકીય વર્ષ ર૦ર૦/ર૧ માટે જિલ્લાકક્ષાની આયોજિત સમિતિ દ્વારા રજુ કરેલ જિલ્લા વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો.
આ સાથે સાથે અગાઉ નાણાપંચમાં ૬ કરોડ ના કામો નક્કી થયા હતા.પરંતુ આજે મળેલી સભામાં ૮ કરોડના કામો મંજુર કરવામાં આવતા વિપક્ષ દ્વારા વધારા ર કરોડના કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં ના આવ્યા હોઇ વિપક્ષ દ્વારા સભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.બાદમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પ્રમુખે જણાવતા વિપક્ષના લેખિત વાંધા સાથે તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના વિવિધ ગામોમાંથી અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે આવેલી દરખાસ્ત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત પાટણ અધ્યક્ષ પદેથી આવેલ રાજીનામું મંજુર કરવું કે કેમ તેના ઉપર પણ સવિશેષ ચર્ચાઓ થઈ હતી.
જિલ્લામાં વિવિધ રોડ રસ્તા સહિતના વિકાસના કામો ઉપર સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાટણ જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.