હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં વહીવટી ભવન ના કોન્ફરન્સ હોલ ખાતે સોમવારના રોજ યુયુનિવર્સીટી કુલપતિ ના અધ્યક્ષ સ્થાને ઈસી બેઠક મળી હતી. જેમાં ૧૭ર જેટલા કામ ઉપર વિચાર વિમર્શના અંતે કેટલાક કામોને સર્વેનુમતે મંજુર કરવામાં આવ્યા હતા તો કેટલાક કામો પોન્ડિગ રાખવામાં આવ્યા હોવાનું યુનિવર્સીટીના કાર્યકારી રજીસ્ટાર ડો. ડી એમ પટેલે જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની મળેલી ઈસી બેઠકમાં પીજી સેમ-ર ના વિધાર્થીઓને પ્રોગ્રેશન આપવાનો સર્વેનુમતે નિર્ણય લેવાયો હતો. તો સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટી કોષ માટે યુનિવર્સીટી સંલગ્ન ૪૦ થી વધુ કોલેજોને અને પીજીડીએમએલટીની ચાર કોલેજોને મંજૂરી આપવામાં આવી હોવાની સાથે પીજી અને એમએસસી ની એક પણ કોલેજ ને નવી મંજૂરી આપવામાં આવી ન હોવાનું યુનિવર્સીટી નાં સુત્રોએ જણાવ્યું હતું.આ સાથે બાંધકામ સમિતિના તમામ કામોને મંજૂર રાખવામાં આવ્યા હતા.

જયારે યુનિવર્સીટીમાં કાર્યરત કરાયેલ ઓક્સીઝન પ્લાન્ટ માટે યોજાયેલા ઈન્ટરવ્યુ પેકી ત્રણ લોકો ની નિયુક્ત કરવામાં આવી હતી. તો દિવ્યાંગ વિધાર્થીઓનાં પ્રવેશ માટે પ% બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવાયો હતો.આ બેઠકમાં ઓક્ટોબર ડિસેમ્બર ર૦ર૦ ના કોપીકેસ નાં ત્રણ વિધાર્થીઓને એક વર્ષ માટેની સજા નો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જ્યારે યુનિવર્સીટી એમબીબીએસ ગુણ કૌભાંડમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસનાં અંતે જે નિર્ણય લેવામાં આવે તે આધારે યુનિવર્સીટી દ્વારા પગલાં ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે હાલમાં એમબીબીએસ ગુણ કૌભાંડ નાં ત્રણેય વિધાર્થીઓના પરિણામો સ્થગિત રાખવાનો નિર્ણય ઈસી બેઠકમાં કરાયો હતો.

જ્યારે આ ઈસી બેઠકમાં મોડાસા કોલેજ ના પિ્રન્સીપાલ દ્વારા પરીક્ષામાં કરાયેલ ગેરરીતિ મામલે તપાસ કરનારાં ઈસી સભ્ય દ્વારા કુલપતિને સુપ્રત કરવામાં આવેલ તપાસ રિપોર્ટ બાબતે કોઈ ચર્ચા કે નિર્ણય ન કરાયો હોવાનું યુનિવર્સીટીનાં કા.રજિસ્ટારે જણાવ્યું હતુ. યુનિવર્સીટી ખાતે મળેલી ઈસી બેઠકમાં યુનિવર્સીટી કુલપતિ ડો.જે જે વોરા, કાર્યકારી રજીસ્ટાર ડો. ડી.એમ.પટેલ, મુખ્ય હિસાબી અધિકારી મકવાણા, ઈસી સભ્યોમાં શૈલેષ પટેલ, હરેશ ચૌધરી, દિલીપ ચૌધરી, સ્નેહલ પટેલ, અજય પટેલ, એસ એ ભટ ઉપસ્થિતિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024