પાટણના જાણીતા પત્રકાર સ્વ.મનસુખભાઈ સ્વામીના કર્મભૂમિ ખાતેના નિવાસસ્થાને છેૡા ૧૧ વર્ષથી તેમના સુપુત્રો દ્વારા ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
અને આ ગણેશ ઉત્સવ ભક્તિ ભાવપૂર્વક તેઓના પરિવારજનો દ્વારા ઉજવવામાં આવે છે. ત્યારે ચાલુ સાલે પણ ભગવાન ગણેશજીના ઇકો ફ્રેન્ડલી ગણપતિજી મહારાજ ની પ્રતિમા સ્થાપિત કરી ત્રણ દિવસ માટે પૂજા અર્ચના અને ભક્તિભાવ સાથે ભજન કીર્તન સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.
ત્યારે રવિવારના દિવસે ભગવાન ગણેશજીની હર્ષોલ્લાસ મય વાતાવરણ વચ્ચે વિસર્જન પ્રસંગે ગાયત્રી પરિવાર દ્વારા શ્રી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વામી પરિવારના લોકોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આર્પીત કરી હતી. ભગવાન ગજાનન ગણપતિ ની માટી માંથી તૈયાર કરાયેલી પ્રતિમાને સ્વામી પરિવારનાં સૌ લોકોએ ગણપતિજીના જય જય કાર વચ્ચે ઘરમાં જ વિસજિત કરી ગજાનન ગણપતી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.