કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ આજથી ઘોરણ ૬થી૮ નો ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઉતર ગુજરાતમા પણ આજથી ઘોરણ ૬થી૮નું ઓફલાઇન શિક્ષણ ચાલુ થતા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.લાંબા સમયગાળા બાદ કોરોનાનુ સંક્રમણ ઘટતા આજથી બાળકો શાળાએ જઇને ઓફલાઇન શિક્ષણ મેળવી શકશે.
ત્યારે પાટણમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા પહોંચ્યા છે અને શાળા તેમજ સરકારે કરેલ નિર્ણયને વધાવ્યો છે. તો બીજીબાજુ શાળાઓએ કોવિડ ગાઇડલાઇન અનુસરીને વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષાણ કાર્ય શરુ કયું છે.
સરકારની ગાઇડલાઇન મુજબ વર્ગખંડોમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સ ,માસ્ક સહિતના નીયમોનુ પાલન કરવાની સૂચનાઓ સાથે ઓફલાઇન અભ્યાસ શરુ કરાયો હતો. તેટલું જ નહિ શાળાઓ તરફથી અપાતું ઓનલાઇન શિક્ષણ પણ શાળાઓ ચાલુ રાખશે. બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે શાળાઓ તરફથી કોઇ જબરજસ્તી કરવામાં આવી નહતી.