હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં શુક્રવારે કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં યુનિવર્સીટીના વિભાગોમાં ખાલી પડેલ ટીચિંગ સ્ટાફની ભરતીના ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલા ઉમેદવારોને બંધ કવર ખોલી નિમણૂક આપવામાં આવી હતી.
યુનિવર્સીટીમાં કુલપતિ ડો. જે.જે. વોરાની અધ્યક્ષતામાં યોજાયેલ કારોબારી બેઠકમાં યુનિવર્સીટીના કેમેસ્ટ્રી લાઈફ સાયન્સ, જનાલિઝમ જેવા વિવિધ વિભાગોમાં ટીચિંગ સ્ટાફની ભરતી માટે યોજાયેલ ઇન્ટરવ્યૂમાં સિલેકશન થયેલ ૧૪ ઉમેદવારોના બંધ કવર ખોલવાની પ્રક્રિયા કરાઇ હતી.
જેમાં ૧૦ ઉમેદવારોની ૧૧ માસના કરાર આધારિત ભરતી હોઈ કવર ખોલી નિમણુંક આપવામાં આવી હતી. ૪ ઉમેદવારોની પાંચ વર્ષ માટે નિમણૂક હોઈ રાજ્ય સરકારમાંથી મંજૂરી લેવાની હોય ઉમેદવારોના કવર બંધ રાખી નિમણૂક મુલતવી રખાઇ હતી. ઉપરાંત ચાલુ જોડાણની આવેલ અરજીઓ મંજૂર રખાઈ હતી.