અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક ડો.કે.એલ.એન. રાવનાઓની સૂચનાથી રાજયોની જેલો ખાતે વન મહોત્સવની ઉજવણી કરવા જણાવવામાં આવતાં ગતરોજ પાટણી સુજનીપુર સબજેલ ખાતે ગામના સરપંચ ખીમાભાઈ ચૌધરી તેમજ
ઓમ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત સભ્યો દ્વારા વન મહોત્સવ અંતર્ગત જેલમાં આવેલ ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
તેમજ આ પ્રસંગે જેલ અધિક્ષક એચ.એલ. વાઘેલા, જેલર રંજનભાઈ સુવેરા તેમજ સ્ટાફ કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહી તેઓ દ્વારા પણ વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું.