પાટણ પાલિકા બજાર દ્વારા છેૡા ૧૧ વર્ષથી રાજમહેલ કા રાજા ગણેશ મહોત્સવ ઉજવવવામાં આવતો હોય છે
ત્યારે ચાલુ સાલે ગણેશ મહોત્સવનું પાલિકા બજારના વેપારીઓના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવ દરમ્યાન પાંચ દિવસ સુધી વિવિધ ધર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.
ત્યારે ગણેશ ચતુર્થી ના શુભદિને પાલિકા બજાર ખાતે ગણપતિની મૂર્તિ બિરાજમાન કરી હતી અને વ્યાપારીઓ દ્વારા ગણપતિની આરતી પ્રસાદનો લાભ લીધો હતો.