પાટણ જિલ્લાના ખેડૂતો સતત ચાર ચાર વર્ષ થી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા હતા. ત્યારે ચાલુ સાલો રવિ સીઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ તેમજ વધતા ડીઝલ ના ભાવો અને મોંઘી ખેડ કરી કપાસ મગ અડદ તેમજ ઘાસચારાનું પેટેપાટા બાંધીને વાવેતર કયુઁ હતું.
પરંતુ પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી.પરંતુ હવે પાણીની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.પરંતુ છેલ્લા ૧પ દિવસ થી વરસાદ હાથતાળી આપી જતો રહ્યો છેઅને વરસાદ ના વરસતા પાક પર સંકટ તોળાઈ રહ્યું છે.અને જો આગામી થોડાક દિવસોમા વરસાદ નહિ આવે તો ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થશે.
સાથે સાથે નર્મદાની કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોનો પાક મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યો છે.પાટણ જિલ્લાના ખેડૂતો એ વરસાદ સારો થશે તે પ્રકાર ની આશાઆે સાથે કપાસ , કઠોળ સહિત ના પાકો ની વાવણી કરી અને તેમાં મોટા ખર્ચા પણ કર્યા પણ હવે પાક ને તાતી જરૂરિયાત પાણીની છે પણ તે મળવું મુશ્કેલ બનવા પામ્યું છે જિલ્લા માં બીટી કપાસ , કઠોળ અને ઘાસ ચારો મળી કુલ ૪પ હજાર હેકટર માં ખેડૂતોએ વાવણી કરી છે
અને હવે પાણી ની મુખ્ય જરૂરિયાત ઉભી થઇ છે વરસાદ તો પાછો ખેંચાયો સાથે નર્મદા ની કેનલો પણ સૂકી ભઠ્ઠ પડી છે.પાટણ ના ખેડૂત જયેશભાઇ પટેલે જણાવ્યું હતું.કે પાકને બચાવવા કેનાલોમાં પાણી છોડવામાં આવે તો પાક બચાવી શકાય તેમ જણાવ્યું હતું.