પાટણ જિલ્લામાં ચોમાસુ સિઝન બરાબરની જામી છે. ત્યારે બે ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતા મંગળવારના રોજ સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોત જોતામાં વરસાદ વરસવાનું શરૂ થતા જિૡાના સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ અને રાધનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
પાટણ શહેરમાં મંગળવારની સાંજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને લઈ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણ તાલુકામાં ૧પ મિમી વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં જોઇએ તો, ચાણસ્મા તાલુકામાં પ મિમી, રાધનપુરમાં રર મિમી, સરસ્વતી તાલુકામાં ૩૭ મિમી અને સિદ્ઘપુર તાલુકામાં ૧૦ મિમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વરસાદી ઝાપટાને લઈ રસ્તા ઉપર ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. તો ખેતીના પાક માટે પૂર્વ ફાલ્ગુની નક્ષાત્રનું પાણી ભારે પડતું ગણાય છે પરંતુ
ત્યારે ઈન્દ્રદેવની અસીમ કૃપાથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પુરા થતાં ઉત્તરા ફાલ્ગુની નક્ષાત્ર બેસતાં જ તેનું અમૃત સમાન પાણી વરસાદ સ્વરુપે ગતરોજ પડતાં પાટણ જિલ્લાના ખેતીપાકોને ખૂબજ ફાયદારુપ પુરવાર થવાનું ધરતીપુત્ર જયેશ પટેલે જણાવી મધ્ય ચોમાસામાં પડેલા વરસાદની ઘટ ભાદરવા મહિનામાં પુરી થાય તેવા એંધાણ વ્યકત કરી આવનારા સમયમાં રવિ પાકોને ખૂબજ ફાયદો થશે અને ઉત્તરા ફાલ્ગુનીનું પાણી જમીનમાં ભેજ સંગ્રહ શકિત જાળવી રાખવામાં ખૂબજ મહત્વનું હોવાનું પણ જણાવ્યું હતું.