પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી પસાર થતો ડીસાથી કંડલા નેશનલ હાઇવે નંબર ર૭ ઉપર ખાડાનું સામ્રાજય જોવા મળી રહયું છે.
ત્યારે એક બાજુ વાહન ચાલકો પાસે ટોલટેકસ વસુલવામાં આવે છે તો બીજીબાજુ આ જ માર્ગ પર પડેલા ખાડાઓથી અકસ્માતો થવાની પૂરેપૂરી સંભાવનાઓ પણ રહેલી છે. છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ રિપેર કરવામાં આવતા નથી તેને લઈને વારંવાર અકસ્માતો સર્જતાં હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ર૭ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે વાહનચાલકો અનેકવાર અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. ટોલ રોડ નંબર ર૭ નેશનલ હાઈવે ઉપર ડીસા થી કંડલા સુધી ઠેર ઠેર ખાડાઓથી એકસીડન્ટ સર્જાય છે કેટલાક લોકોને એકસીડન્ટ અને ખરાબ રોડના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે નેશનલ હાઈવે ઓથોરીટીની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.