પાટણમાં સોમવારે નિકળીનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જિલ્લા પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ વ્યવસ્થાઓની સમીક્ષાા મંદિર ખાતે કર્યા બાદ તેઓએ ભગવાનના દર્શન કર્યા હતા.
બાદમાં તેમના લાવ લશ્કર અને પોલીસ કાફલા સાથે પાટણના રથયાત્રાના રુટ ઉપર વાહનો સાથે ચાલતા નિકળી ને ફલેગમાર્ચ યોજી હતી. તેઓએ સમગ્ર રુટનું નિરીક્ષાણ કયું હતું અને જરુરી સૂચનો પણ કર્યા હતા. તેમની સાથે બંને ડીવાયએસપી સહિત ૩૦૦ જેટલા પોલીસ કર્મીઓનો કાફલો જોડાતાં અને રથયાત્રાના રુટ પર ફલેગમાર્ચ યોજતાં લોકોમાં કુતુહલતા પણ જોવા મળી હતી.
તો ભગવાન જગન્નાથની નિકળનારી ૧૩૯મી રથયાત્રાને લઈ કરવામાં આવેલા પોલીસ બંદોબસ્ત સહિત વૈશ્વિક કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની રથયાત્રા જે રુટ પર નિકળશે તે રુટ પર સવારે ૧ર થી રાત્રે આઠ વાગ્યા સુધી વાહનોની આવન-જાવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.