દેશની આઝાદીના ૭પ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭પ વર્ષ પુરા થવા નિમિતે દેશભરમાં અમૃત મહોત્સવનું આખું વર્ષ ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ત્યારે આઝાદીને ૭પ વર્ષ પુરા થાય તે પહેલાં બંધારણ અને આઝાદીના અપમાન સમાન મનુનું પૂતળું હટાવવાની માંગ સાથે દેશના વિવિધ દલિત સંગઠનો દ્વારા દેશના જુદા જુદા રાજયોમાં ૧૪મી ઓગસ્ટની રાત્રે બંધારણના આમુખનો સન્માન અને વાંચન સમારંભ તથા ૧પમી ઓગસ્ટના રોજ સવારે ધ્વજવંદન ફરકાવવાનો કાર્યક્રમ ગુજરાત સહીત ૧પ રાજ્યોના રપ૦૦ ગામડાઓમાં યોજવામાં આવ્યો હતો.
ભારતીય બંધારણે આપેલા મૂળભૂત અધિકારોમા સમાનતાના હક્કના ભાગરૂપે ૧પમી ઓગસ્ટના દિવસે ગુજરાત સહિત દેશના ૧પ રાજયોના રપ૦૦ ગામડાંઓમાં મહિલાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ભારત દેશ એ લેખિતમાં રચાયેલ બંધારણ મુજબ ચાલે છે, બંધારણને સમજવાની મુખ્ય ચાવી તે આમુખ છે, જેમાં ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓ વ્યક્ત કરાઈ છે, બંધારણ કેવું હશે અને તેમાં લોકોને કેવાં હક અને અધિકારોની ખાત્રી તેમજ માનવ ગૌરવ, બંધુતા વિક્સવાની ભાવના વ્યક્ત કરાઈ છે.
જે લોકો સમજે, લોકોમાં જાગૃતિ આવે તે માટે બંધારણના આમુખનો ગુજરાત રાજ્યના એક હજાર ગામો સહીત દેશના ૧પ રાજ્યોના ગામો મળીને અંદાજે રપ૦૦ ગામોમાં બંધારણના આમુખનું સન્માન અને વાંચનનો કાર્યક્રમ ૧૪ ઓગસ્ટ ર૦ર૧ના રોજ રાત્રે રાખવામાં આવ્યો હતો.
૧પ રાજ્યના રપ૦૦ ગામમાં જાહેર જગ્યામાં લોકોની હાજરી વચ્ચે જાહેર કાર્યક્રમમાં આમુખનું ફુલહારથી સન્માન અને આમુખનું જાહેરમાં લોકો વચ્ચે વાંચન કરવામાં આવ્યું હતું તેમજ આ સમયે બંધારણીય જોગવાઈઓની ચર્ચા, બંધારણીય જોગવાઈઓની માહિતી પણ આપવામાં આવેલ હતી લોકોમાં અને ખાસ બાળકોમાં બંધારણનો પ્રસાર અને પ્રચાર કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા ના તમામ તાલુકાઓના ૮૦ ગામોમા બહેનોના હાથે ધ્વજવંદન ૧૭૦ ગામો માં આમુખ વાંચન કાર્યક્ર્મ કરવામાં આવ્યા હતા.