પાટણ જિલ્લામાં રેતી સપ્લાયર્સ કરતાં ઈસમો રોયલ્ટીની ચોરી કરીને હજારો ટન રેતીની હેરાફેરી કરતા હોય છે ત્યારે આવા ભુખનન કરતા ઈસમો સામે કેટલીકવાર ભુસ્તર શાસ્ત્રીની કચેરીના અધિકારીઓ દ્વારા લાલઆંખ કરી તેઓની સામે દંડનાત્મક કાર્યવાહી કરતા હોવાનું પણ પ્રકાશમાં આવતું હોય છે
ત્યારે ગતરોજ પાટણના ભુસ્તર શાસ્ત્રી અધિકારીની સૂચનાથી પાટણ-શિહોરી રોડપરથી પસાર થતાં વાહનોનું ચેકીંગ રોયલ્ટી ઈન્સ્પેકટર પી.બી. પટેલ સહિત તેઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું
ત્યારે બે રોયલ્ટી વગરના ડમ્પરો સહિત બે ઓવરલોડ ભરેલા ડમ્પરોને ઝડપી પાડી કલેકટર કચેરી ખાતે ડીટેઈન કરી તેઓની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે રોયલ્ટી ઈન્સ્પેકટર પી.બી. પટેલે જણાવ્યું હતું કે પાટણ ખાણ ખનીજ અધિકારીની સૂચનાથી પાટણ-શિહોરી રોડ પર ઓચિંતી તપાસ હાથ ધરતાં બે રોયલ્ટી વગરના અને બે ઓવરલોડ ડમ્પરોને ડીટેઈન કરી તેઓની સામે ૯.૯પ લાખની દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.