પાટણ નગરપાલિકા દ્વારા હાલ પાલિકા હસ્તકના ૧૬ જેટલા પમ્પીંગ સ્ટેશનોના ઓવરહેડ અંડરગ્રાઉન્ડ ટાંકાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
ત્યારે આજરોજ ગાંધીબાગ પમ્પીંગ સ્ટેશનના ઓવરહેડ ટાંકાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાકટર દ્વારા સંપમાં રહેલ તમામ પાણી જાહેરરોડ પર ઠાલવવામાં આવતાં આ વિસ્તારના માર્ગો વગર વરસાદે વરસાદી માહોલ જેવા દૃશ્યો સર્જાયા હતા.
જેને લઈ અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડયો હતો. આમ એકબાજુ પાલિકા દ્વારા ઓછુ અને ધીમા ફોર્સથી પાણી આવતાં શહેરીજનોમાં બુમરાડ ઉઠવા પામી છે તો બીજીબાજુ કોન્ટ્રાકટર દ્વારા હજારો લીટર શુધ્ધ પાણીનો વ્યય કરતાં કાદવ કિચ્ચડની સાથે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.