પાટણ મામલતદાર કચેરી સંકુલમાં ગાયકવાડ સમય વખતનું ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. જયાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશચતુર્થીના પાવન અવશરે ગણેશ યાગ યોજાયો હતો. જેમાં પૂર્વ મામલતદાર જે.વી.રાવલ પોતાના પરીવાર સાથે યજમાન પદે બિરાજી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રોકત વિધિવિધાન સાથે આહુતિ આપી હવન દર્શનનો લાભ લીધો હતો.
તો સ્ટેમ્પ વેન્ડર પ્રદિપભાઈ બારોટ પરીવાર અને મામલતદાર કચેરી સ્ટાફે પણ ગણેશ યાગ ના હવન દર્શનનો લાહવો લીધો હતો. જયારે કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હવનના દર્શન કરી ધન્ય બન્યાં હતાં. તો ગણેશ ચતુથીને લઈ મંદિર પરીશર ખાતે નવિન ધજાનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું.
તો પ્રદિપભાઈ બારોટે આ ગણપતિ દાદાના મંદિરની સ્થાપના ૧૮૭૮ માં ગાયક વાડ સરકારે કરી હોવાનું જણાવી મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આ મંદિર આવેલું હોવાથી તેને મહેસુલી ગણપતિ તરીકે ઓળખવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.