સિદ્ધપુરથી કમલીવાડા જવા માટે ગાડીમાં મુસાફર તરીકે બેસાડી દંપતિની થેલીને ચેકો મારી બે મહિલા અને ચાલકે મળી ર.૩૪ લાખ રોકડની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. તેની તપાસ દરમિયાન બાતમી આધારે ૩ આરોપીઆેને અમદાવાદથી ઝડપી લઇ સિદ્ઘપુર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં લૂંટ કર્યાની કબુલાત કરી હતી.

આ અંગેની વિગત મુજબ મૂળ કાલોડાના વતની પરંતુ હાલમાં અમદાવાદ રહેતુ દંપતિ દશરથભાઈ મફાભાઈ ચૌહાણ અને તેમની પત્ની અમથીબેન અમદાવાદથી સિદ્ઘપુરની સ્ટેટ બેંક આેફ ઇન્ડિયામાં ર.૩૪ લાખ પાક ધિરાણના ભરવા આવ્યા હતા. જો કે, બેંકમાં પૈસા ભરવાનો સમય પૂરો થતાં કાલો આવવા જણાવતા દંપતિ પરત કમલીવાડા સંબંધીને ત્યાં જવા દેથળી ચોકડીથી ઈકોમાં બેસ્યુ હતું. નેદ્રા ગામના બસ સ્ટેન્ડ આગળ અચાનક બ્રેક ફેઈલ હોવાનું કહી ઈકો ચાલકે દંપતિતને ઉતારી પરત ઈકો લઈ સિદ્ઘપુર જવા નીકળી ગયા હતા.

ત્યારે દંપતી કમલીવાડા ગામે ગયા બાદમાં ચોરી થયાની ખબર પડી હતી. સિદ્ઘપુર પોલીસ સ્ટેશને ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આવા જ એક બીજા બનાવમાં સિદ્ઘપુર દેથળી ચોકડીથી પેસેન્જરને બેસાડી તેના થેલામાંથી રૂ.૩૬૪૦૦ લઈ ફરીયાદીને ગાડીમાંથી કોઈ બહાને પેસેન્જરને નીચે ઉતારી દઈ આરોપીઆે ગાડી લઇ ભાગી ગયા હતા.

સિદ્ઘપુર પીઆઇ સી.વી.ગોસાઈ તેમજ તેમના સ્ટાફે આરોપીને અમદાવાદ ખાતેથી પ્રકાશભાઇ બાબુલાલ દંતાણી રહે-અમદાવાદ ભદ્રેશ્વર, પટણી વિનોદભાઇ નારાયણભાઇ અને પટણી રાકેશકુમાર અશોકભાઇ રહે- અમદાવાદ બાપાલાલ ચાલી મેધાણીનગરને પકડી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આ કામે ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી રૂા.ર૦ર૦૦, ઈકો, મોબાઇલ મળી કુલ કી.રૂ.૩ર૪૭૦૦નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઆેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સિદ્ઘપુર પીઆઇ ચિરાગભાઈ દ્વારા આરોપીઆે રીઢા હોય બીજી કેટલી જગ્યાએ ચોરીઆે કરી છે તે અંગે તપાસ ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024