પાટણ : ભોલેનાથ પાર્કમાં યોજાયા ગરબા મહોત્સવ

પાટણ શહેરના અગાસીયાવીર મંદિરની પાસે આવેલા ભોલેનાથ પાર્ક ખાતે પણ નવરાત્રી મહોત્સવની છેલ્લા ઘણા વર્ષથી રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે

ત્યારે ચાલુસાલે પણ નવરાત્રી મહોત્સવનું સ્થાનિક રહીશો દવારા શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે નવલા નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓ વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબે ઘુમી આદ્યશકિત મા અંબેની આરાધના કરતાં જોવા મળ્યા હતા.