માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે જાયન્ટસ પાટણ પરિવાર હંમેશા સેવાકીય કાર્યો માં કાર્યરત જોવા મળતી હોય છે ત્યારે પાટણ શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિરના પરિસર ખાતે જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા વૃક્ષાારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના દાતા સમસ્ત સમાલ ગોળ દરજી સમાજના પ્રમુખ મનુભાઈ દરજીના સૌજન્યથી વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું અને તેઓના દાનથી વૃક્ષાારોપણ કાર્યક્રમ બાદ આ વૃક્ષાોનો ઉછેર થાય અને તેનું જતન થાય તે માટે લોખંડના છ જેટલા પાંજરાઓ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નટુભાઈ દરજીએ જણાવ્યું હતું કે સિધ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી આતુભાઈ મહારાજની માંગણીને અનુસરીને સિધ્ધનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે વૃક્ષાારોપણ દાતાઓના દાનના સહયોગથી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
કોરોના સમયમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ એ કરેલ સેવા માટે એકટિવ ગ્રુપ, લીઓ કલબ પાટણ, રોટરેકટ કલબ પાટણ અને દેહદાન સંકલપ લેનાર ચંદ્રવદનભાઈ પરીખ સહિતના લોકોનું સન્માન હરેશભાઇ મોદી દંડક પાટણ નગર પાલિકા હસ્તક કરવામાં આવ્યું હતું.
તો ગુરુકૃપા સોસાયટી મિત્ર મંડળ જેઓને સ્વ.લતા માસી ખુબજ પિ્રય હતા તેમના સમણાર્થ ખુરસી નંગ ૧૦ તેમના પતિ પ્રમુખ નટુભાઈ દરજીના હસ્તે આપવામાં આવી હતી.
તો મનુભાઈ દરજી તરફથી રૂ પ૧૦૦/, ચંદ્રવદન ભાઈ તરફથી રૂપિયા રપ૦૧ અને નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર મંજુલાબેન તરફથી રૂપિયા રપ૦૦નો સહયોગ જાયન્ટસ પાટણ પરિવારને મળ્યો હતો.