પાટણ (Patan) શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ (Eid) ઉલ બકરી ઇદ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી . શહેરના સિદ્ઘિ સરોવર નજીક આવેલા ઇદગાહ સહિત વિવિધ મસ્જિદો માં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલાની બંદગી કરી હતી.આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથકમાંથી મુસ્લિમ બિરાદરોએ સરકારની ગાઈડલાઈન મુજબ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી .

આ પ્રસંગે મૌલાના ઇમરાન શાયરી કુરાન શરીફનો ખુશબો પડી ઉપસ્થિતિ સૌ મુસ્લિમમોને ઇદની મુબારકબાદી પાઠવી હત. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ (Eid) મુબારક પાઠવી હતી.

તો અન્ય મસ્જિદો માં ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટી બકરી ઈદની મુબારક બાદી પાઠવી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી . ઇદગાહ ખાતે લોકો એકત્ર ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024