અન્ન અને નાગરીક પુરવઠા પાટણ ગોડાઉનના મેનેજર લક્ષમણભાઈ એચ. દેસાઈ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોઈ પાટણ તથા સરસ્વતી તાલુકા એફપીએસ એસોસીએશન દ્વારા તેઓનો વયનિવૃત્તનો જાજરમાન વિદાય સમારોહ યોજાયો હતો.

ત્યારે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા લક્ષમણભાઈ દેસાઈ ઉફે કાકાના હુલામણા નામથી ઓળખાતાં સભાસ્થળે આવી પહોંચતા તેઓનું જાજરમાન આવકાર કરાતાં તેઓએ પાટણ અને સરસ્વતી સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો બે હાથ જોડીને આભાર વ્યકત કર્યો હતો. ત્યારબાદ નિવૃત્ત થઈ રહેલા લક્ષમણભાઈ દેસાઈએ ઉપસ્થિતિ તમામ મહાનુભાવોને સાલ ઓઢાડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નિવૃત્ત થઈ રહેલા લક્ષમણભાઈ દેસાઈને ફૂલહાર, બુકે, શાલ અને મોમેન્ટો આપી તેઓને સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ભાવભરી વિદાય આપી હતી.
આ પ્રસંગે પાટણ જીલ્લા એફપીએસ એસોસીએશનના પ્રમુખ તળજાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલાં લક્ષમણભાઈ દેસાઈએ સંચાલકોનો વિશ્વાસ સંપાદન કરીને તેઓના સુખ દુખમાં સહભાગી બનતાં આજે તેઓએ લોકપિ્રયતા કેળવી હોવાનું જણાવી આગામી સમયમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોને જરુર પડશે તો તેઓની સાથે ખભેથી ખભો મિલાવી ઉભા રહેવાની આશા વ્યકત કરી હતી.

તો વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા લક્ષમણભાઈ દેસાઈએ પોતાનાથી જાણે અજાણે કોઈ ભુલ થઈ હોય તો તેઓએ દિલગીરી વ્યકત કરી અશ્રુભીનિ આંખે ક્ષામાયાચના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024