રોટરી ડાયાબિટીઝ ક્લબ પાટણ દ્વારા પાટણના જાણીતા ઇતિહાસ વીર અશોકભાઈ વ્યાસ નું સન્માન કરવામાં આવ્યું હતું.
આવેલ તમામ મહેમાનોનું શાબિદક સ્વાગત ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કે.સી આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું
અને સંસ્થા વતી અશોકભાઈ વ્યાસ નું પ્રમુખ કે.સી આચાર્ય દ્વારા સાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ક્લબના જે સભ્યોના જન્મદિવસ હતા તેઓ ના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી અને નવીન બનેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આવેલ તમામ મહેમાનો એ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા જ્યારે પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું અને સહસ્ત્રલિંગ તળાવ ની વિસ્તૃત માહિતી તથા તેના ઇતિહાસ વિશે માહિતગાર કર્યાં હતા
કાર્યક્રમની સુંદર શરૂઆત દિનેશભાઈ દરજી દ્વારા પ્રાર્થના દ્વારા કરવામાં હતી અને નર્મદાબેન સાંડેસરા દ્વારા સંસ્થાને ૩૦૦૦ રૂપિયા ભેટ આપવામાં આવ્યા હતા.