Harij Firing

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરથી ધડાધડ ગોળીઓ વરસાવતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ત્રણેય લોકોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના દુનાવાડા ગામે કોઈ અંગત અદાવતને લઈ ગામના પરમાર ઈસમ દ્વારા પોતાના પાસેની રિવોલ્વર માંથી છ કરતા વધુ રાઉન્ડ ફાયરિંગ કરાતા ગામના સુથાર શિવાભાઈ હીરાભાઈ, પટ્ટણી સોનાજી તેમજ પટ્ટણી વિજય નામના ત્રણ ઈસમોને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગતા ગંભીર ઈજાઓ સાથે ત્રણેય ઈસમોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરિંગની ઘટના ની જાણ હારીજ પોલીસને તેમજ પાટણ એલસીબી ટીમને થતા તેઓએ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હારીજ તાલુકાના દુનાવાડા ગામે શુક્રવારે બપોરના સુમારે બનેલી ફાયરિંગની ઘટનાના પગલે ગામમાં સનસનાટી મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024