પાટણ જિલ્લાના ઈન સર્વિસ તબીબો પડતર પ્રશ્નોને લઇ આજથી હડતાળ પર ઉતર્યા છે. ઈન સર્વિસ તબીબોના ૧પ પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે થયેલા નિર્ણયો બાદ હજુ સુધી કોઈ પણ જાતના આદેશોનું પાલન ના થતા ઇન સર્વિસ તબીબોએ આજથી નવો જીઆર ના થાય ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે.
ઈન સર્વિસ તબીબોમાં અન્યાયની લાગણી પ્રવતે છે. જેમાં ઈન સર્વિસ તબીબોએ એસોસિએશન દ્વારા યોજાયેલી ઓનલાઇન બેઠકમાં ઈન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ માટે ૩૧ મે ર૦ર૧ની બેઠકમાં થયેલા નિર્ણયો અમલવારીના ન્યાય આદેશો કરવામાં નહીં આવે તો ઇન સર્વિસ તબીબો રપ જુન ર૦ર૧ ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી તબીબોએ ઉચ્ચારી હતી.
જેને લઈ આજે શુક્રવારે સવારે પાટણ તાલુકા હેલ્થ કચેરીના બગીચામાં પાટણ જિલ્લાના ૧ર૦ જેટલા ઇન સર્વિસ તબીબો હમારી માંગે પુરી કરો ના નારા લગાવ્યા હતા. જ્યાં સુધી નવો જીઆર ના થાય ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા હોવાનું ડો.જિનીયશ મોદીએ જણાવ્યું હતું.