પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી પાટણ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ધોરણ-૧૦ અને ધોરણ-૧રમાં વર્ષ ર૦૧૯-ર૦માં ૧થી ૧૦માં નંબર આવેલ છે.
એવી જિલ્લાની ર૧ દીકરીઆેને સન્માનનો કાર્યક્રમ કલેકટર કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કલેકટર સુિપ્રતિસઘ ગુલાટીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય દહેજ પ્રતિબંધક અધિકારી રમીલાબેન રાઠોડ બાળ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ હાજર રહ્યા હતા.
જેમાં હાજર ના રહેલ દીકરીઆેને મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ ઘ્વારા ચેક આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. દીકરીઆે આત્મનિર્ભર બને તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.