કોરોના વાયરસની બીજી લહેરમાં પાટણ જિલ્લામાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારે કોરોનાની આ બીજી લહેરમાં પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ ઓક્સિજન પ્લાન્ટ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો હતો.
ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી ખાતે આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે નવીન ઓક્સિજન પ્લાન્ટ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઓક્સિજન પ્લાન્ટમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જેને યુનિવિર્સટી દ્વારા ઓક્સિજન પ્લાન્ટમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.જેના ભાગરૂપે આજરોજ યુનિવિર્સટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ભરતી પક્રિયા અંતર્ગત ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા. જેમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં આ ભરતી પક્રિયામાં ભાગ લીધો હતો.