પાટણમાં પરિણીતાની આત્મહત્યા મામલે સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી ના કરાઈ હોવાની પરિણીતાના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામા આવી છે. પરિવારજનોએ આજે જિલ્લા પોલીસવડાને મળી આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપવા માગ કરી હતી.

મૃતકના પરિવાજનોએ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવીને એસપી અક્ષરાજ મકાવાણને આવેદન પત્ર પાઠવીને તેઓની રજુઆત કરી હતી કે યુવતીએ આપઘાત સાસરીયાના ત્રાસથી કર્યો હતો.

આપઘાત હોવાથી યુવતીના પરીવારજનોએ સાસરીપક્ષના લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણ મામલે ફરિયાદ પાટણ તાલુકા પોલીસ મથકે નોંઘાવી હતી પતિ, સાસુ , સસરા , દીયર અને નણંદ સહિતના લોકો સામે ફરિયાદ નોંઘાવી હતી પણ આ મામલે ૪ મહિના જેટલો સમય વિતવા છતાંય પણ પોલીસે મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરાઇ ન હોવાના આક્ષેપ કર્યાં હતા.

આ મામલેએસ પી અક્ષયરાજ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી અને ફરીયાદ અને આરોપીઓ મામલે ચાલતી તપાસ તાલુકા પાસેથી પરત લઇને સમગ્ર ફરીયાદ મામલે ડીવાયએસપી સી.એલ.સોલંકીને તપાસ સોપાઇ હતી. આ મામલે મુખ્ય આરોપી સામે નીયત સમયમાં કાર્યવાહી નહી થાય તો ૭ દિવસ બાદ ઉપવાસ પર ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024