આદર્શ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી. (મલ્ટી સ્ટેટ) ને છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવતા પાટણ જિલ્લા સહિત અનેક રોકાણકારોની પસીનાની બચતના નાણાં સલવાઈ ગયા હોઈ રોકાણકારોને તેમના નાણાં ઝડપથી પરત મળી શકે તે માટે એડવાઇઝર વેલ્ફેર એસોસીએશન ટ્રસ્ટના બેનર હેઠળ પાટણના કાર્યકરો દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલને તેમજ પાટણ જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, આ મલ્ટી સ્ટેટ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની દેશભરમાં ૮૦૦ ઉપરાંત શાખાઓ છે. સંસ્થા સારી ચાલતી હોવા છતાં બંધ કરી દેવાયેલ હોઈ ગરિબ, મધ્યમ વર્ગના સામાન્ય લોકોના કરોડો રૂપિયા સલવાઈ ગયા છે.

આ અંગે મને રજુઆત મળતા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં યોગ્ય સ્તરે તેની રજુઆત કરાશે.
મુકેશ કે. દવેએ જણાવ્યું હતું કે, આ બેન્ક સારી ચાલતી હતી છતાં ત્રણ વર્ષથી બંધ કરી દઈને લિકવિડીટર નિમાયા છે જેમાં કોઈ કાર્યવાહી કરાતી નથી.

પાટણ જિલ્લાના રોકાણકારોના આશરે ૪થી પ કરોડના નાણાંનું આમાં રોકાણ થયેલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024