પાટણ શહેરના ઝીણીપોળમાં આવેલ સાડેસરા રામજી મંદિર ખાતે ભકિતમય માહોલ માં સાદગી પુર્ણ રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન્માષ્ટમી નિમીતે મંદિરમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી.
જેમાં યજમાનપદે રાહુલ પટેલ પરિવારે કથામાં બેસવાનો લ્હાવો લીધી હતો મંદિરના પુજારી કેતનભાઈ દવે દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરાવ્યું હતું.
ત્યાર બાદ મહોલ્લાની મહિલાઓ દ્વારા ભજન કીર્તન કર્યાં હતા. રાત્રે ૧ર કલાકે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સાથે ભગવાન ની આરતી ઉતારી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આસ્થા અને ભકિત સાથે કરવામાં આવી હતી.
અને ત્યારબાદ નાના બાળકો દ્વારા મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી સાથે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા.
