ધર્મ નગરી પાટણ શહેરમાં તમામ ધાર્મિક ઉત્સવો કોમી એખલાસના માહોલ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે ત્યારે ગુરૂવારના રોજ શનિ જયંતિના પવિત્ર દિવસે પાટણ શહેરના જલારામ મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલ શ્રી શનિદેવ ની પ્રતિમા અને શનિ શીલા ની પૂજા વિધિસહિત મહા અભિષેક સાથે મંદિર પરિસરમાં શનિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
આ યજ્ઞના યજમાન પદે હંસા બેન જગદિશભાઈ ઠક્કર પરિવારે લાહ્વો લીધો હતો. તો યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જલારામ મંદિરના પૂજારી રિશ્મકાંત રાવલ અને હિરેન મહારાજ દ્વારા કરવામાં આવી હતી. શનિ જયંતિના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતાએ કોરોના ની ગાઈડ લાઈન સાથે ઉપિસ્થત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
તો પાટણ શહેર નજીક આવેલ અનાવાડા ના શ્રી શનિદેવધામ મંદિર પરિસર ખાતે પણ શ્રી શનિદેવ ની જન્મ જયંતીપર્વની ભિક્તમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલ શનિદેવની પ્રતિમાની પૂજા વિધિ સાથે શનિ શીલા ને પંચામૃત અભિષેક કરાયો હતો.
આ ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા શ્રી શનેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શની ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.