ભારતભર માં ૧પ ઓગસ્ટ ર૦ર૧ થી ગુજરાત અને ભારત ના ૧૧ રાજ્યો માં બાળકો સાથે નાનપણ થી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા કેળવાય તે હેતુ થી તથા ભેદભાવ અને આભડછેટ દૂર થાય તે માટે બાળકો ને દેશ માં બનેલા ઇતિહાસ અને સમાજ પરિવર્તન માટે સમાજ ના મહાનુભાવો દ્વારા કરેલ કામગીરી અને તેમના જીવન ચરિત્ર વિશે માહિતી મળે,
ભણતરની સાથે સામાજીક શિક્ષણ મેળવે તે હેતુ થી એક વર્ષ એટલે ૧પ ઓગસ્ટ ર૦રર સુઘી પાટણ જિલ્લાના ૯ તાલુકા ના ર૦૦ ગામોના ૯ર૧૩ બાળકો સહિત ગુજરાતના ર૦૦૦ હજાર ગામો ના ૬૧૦૦૦ હજાર બાળકો સાથે આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
જેમાં ’ક’ થી ’જ્ઞ’ સુઘી ના પ્લે કાર્ડ નુ વાંચન ભિમાશાલાના માધ્યમ થી દર અઠવાડિયે દરેક ગામ ના ભીમસૈનિક દ્વારા કરવામાં આવે છે. આ અભિયાન નવ સર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિનભાઇના નેજા હેઠળ થઈ રહ્યો છે.