લાંબા સમય બાદ પાટણ શહેર સહિત આજુબાજુ ના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું હતું. સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં મટકીફોડ સાથે જય કન્હૈયાલાલ કી નો જયઘોષ થયો હતો.
દુધસાગર ડેરી નજીક આવેલ મલ્હાર બંગલો સોસાયટીમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે નાના બાળકો નો મટકીફોડ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્ય સહિત રસ્સીખેંચ અને કાનુડાના હિંડોળા દર્શન-આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સોસાયટીના તમામ રહીશો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડયું હતું.