પોલીસ મહાનિરીક્ષાક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ તાજેતરમાં બનતાં મિલ્કત સંબંધીત ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપી હતી જે સંદર્ભે એલસીબી પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ મિલ્કત સંબંધીત ગુનાઓ શોધવા
ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાટણ શિહોરી ત્રણ રસ્તા નજીક આવતાં બાતમીના આધારે શ્રીમાળી શૈલેષ રમેશભાઈ, પંડયા ગુલાબભાઈ, માળી સુરેશભાઈ, ઠાકોર નેરજી વાળાઓનો ફિલ્મી ઢબે પીછો કરી લુંટમાં ગયેલ મુદામાલ આર્ટીકા ગાડી, એક એન્ડ્રોઈડ મોબાઈલ સાથે કુલ રુ.૮,૦૩,૦૦૦ નો મુદામાલ રીકવર કર્યો હતો
અને ચારેય ઈસમોની પધ્ધતિસરની ઈન્સ્ટ્રોગેશન દરમ્યાન તેઓએ ગુજરાત રાજયમાં મહેસાણા, ઉંઝા, બેચરાજી, અમદાવાદ સીટી તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ વિસ્તારમાંથી ચોરી કરેલ નવ મોટર સાયકલ સહિત એક એકટીવા મળી કુલ દશ વાહન ચોરીના ગુનાોઓ ભેદ ઉકેલી કુલ રુ. બે લાખ પચ્ચાસ હજારનો ચોરીનો મુદામાલ રીકવર કર્યો હતો. આમ ચોરી તથા લુંટમાં ગયેલ કુલ રુ. દશ લાખ સીત્તેર હજારનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.