પાટણ શ્રી શોભા ભુતડા સાહેબ નાઓએ શ્રાવણીયા જુગાર લગત વધુમાં વધુ જુગાર ના કેશો કરવા સુચના કરેલ હોઇ પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા સાહેબ તથા અ.હેઙ.કો. કિર્તીસિંહ અનુજી તથા અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. ટીમ ના માણસો વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન અ.હેઙ.કો. કિર્તીસિંહ અનુજી નાઓને મળેલ બાતમી હકીકત આધારે વારાહી થી લીમગામડા જતાં રોડ ઉપર આવેલ ઉપર પારકરા દિલીપભાઇ ધારસિંહભાઇ રહે.વારાહીવાળાઓના ખેતરમાં આવેલ બોર પાસે બનાવેલ સેડ નીચે ખુલ્લી જગ્યામાં પંચો સાથે જુગાર અંગે રેઇડ કરતાં નીચે જણાવેલ ઇસમો ને પોતાના અંગત ફાયદા સારૂ ગંજી પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૪૮,૬૦૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા પાથરણુ કિ.રૂ.૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડેલ હોય તેમજ પારકરા દીલીપભાઇ ધારસિહભાઇ રહે.વારાહી વાળો રેડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય તેઓ તમામ ઇસમો વીરૂધ્ધમાં જુગાર ધારા મુજબ નો ગુન્હો વારાહી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે.
(૧) મલેક કમાજી ઉકાજી રહે.વારાહી તા.સાંતલપુર જી.પાટણ
(૨) રાવળ બાબુભાઇ માવજીભાઇ રહે.કોયડા તા.સાંતલપુર જી.પાટણ
(૩) રાઉમા બાબુભાઇ જાનમહંમદ રહે.સિધાડા તા.સાંતલપુર જી.પાટણ
(૪) સમા અમરાજી વજાજી રહે.એવાલ તા.સાંતલપુર જી.પાટણ
(૫) આહીર નાગદાનભાઇ લુમ્ભાભાઇ રહે.વૌવા તા.સાંતલપુર જી.પાટણ
(૬) મલેક સિકંદરખાન દરિયાખાન રહે.બામરોલી તા.સાંતલપુર જી.પાટણ
(૭) આહીર વાલાભાઇ વિરાભાઇ રહે.ગોતરકા તા.રાધનપુર જી.પાટણ
(૮) નાગોરી યાસીનખાન નોતુખાન રહે.સિધાડા તા.રાધનપુર જી.પાટણ
હાજર નહી મળી આવેલ ઇસમ- પારકરા દિલીપભાઇ ધારસિંહભાઇ રહે.વારાહી
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.