મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશન લગતની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે.અમીન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણના સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ હકિકત આધારે પાટણ મોટીસરા વિસ્તારમાં સેનમા રજનીકાન્ત સોમાભાઇ મફાભાઇ રહે.પાટણ મોટીસરા તા.જી. પાટણ ના ઘરે રેડ કરતા તેના ઘરેથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બીયરની બોટલ / ટીન નંગ -૭૧ કિંમત રૂ .૭,૮૧૫ /- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ અને સરનામાની વિગત :
(૧) સેનમા રજનીકાન્ત સોમાભાઇ મફાભાઇ રહે.પાટણ મોટીસરા તા.જી. પાટણ