પાટણની ઐતિહાસિક ૧૩૦ વર્ષ પ્રાચીન શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી સ્વકીર્તિકુમાર જયસુખરામ પારઘીનાં સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત રવિવારનાં રોજ સાંજે 5-૦૦ થી ૬-૩૦ કલાક સુધી શિવજ્ઞાન ગંગા વિષય ઉપર સુંદર પ્રવચન પાટણનાં વિદ્વાન વકતા શિવોપાસક રેખાબેન જાની દ્વારા આપવામાં આવ્યું હતું.
તેઓએ શિવસ્વરૂપ, દુર્ગાનાં નવ સ્વરૂપ , શિવલીંગ, શિવરાત્રી પૂજા, ષોડષોપચાર પૂજા, શિવ પુરાણ, શિવનાં આયુધો તથા શિવમંત્ર વિગેરે વિષયો ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે લાયબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન તથા લાયબ્રેરીના પ્રકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.
જયેશભાઇ વ્યાસ, રાજેશભાઇ પરીખ, સુરેશભાઈ દેશમુખ, મહાસુખભાઇ મોદી, અશોકભાઈ ત્રિવેદી, આત્મારામ ભાઇ નાયી, માનસીબેન ત્રિવેદી , જયશ્રીબેન સોમપુરા તથા બહેનો અને શ્રોતાઓએ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો . રેખાબેન જાનીની દીકરી રીયાએ અંતમાં શિવ તાંડવ સ્ત્રોતની સ્તુતી કરી વાતાવરણ શિવમય બનાવ્યું હતું. આભારવિધિ કાર્યક્રમનાં સંયોજક નગીનભાઇ ડોડીયાએ કરી હતી.