ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલેપાટણ માર્કેટયાર્ડ હોલ ખાતે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઆે સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઆેને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ જો કાર્યકતાઁઆેનું અપમાન કરશે
તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. કારણ કે ચૂંટાયેલ પ્રતિનિધિ પણ કાર્યકતાઁ જ હતો. ચૂંટાયા પછી બાકીના લોકોને સાંભળવા અને નાના મોટા કામ માટે આવે તો પ્રાથમિકતા આપવી જોઈએ તેવી શીખામણ આપી હતી.
આ ઉપરાંત જિલ્લામાં દરેક જગ્યાએ બુથમાં કમિટી ન બની હોય તો અઠવાડિયામાં બનાવી દેવા માટે સુચના આપી હતી. સુકન્યા સહિતની સરકારની યોજનાઆે લોકો સુધી પહોંચાડવા વૃક્ષારોપણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપના એક કાર્યકર આપમાં જોડાવવા અંગે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકતાઁ આપમાં ક્યારે જઇ શકે નહી. ભાજપ પાસે ૧.૧૪ કરોડ જેટલા કાર્યકતાઁઆે છે આપ વાળા એકાદ કાર્યકતાઁને ઉભો કરી પ્રચાર કરે છે એકાદ કાર્યકતાઁના કારણે ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ કેજરીવાલને જૂઠું બોલવાની ટેવ હોવાના પણ આક્ષોપો કર્યા હતા.