પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાાથજીની ૧૩૯મી ભવ્ય પૌરાણિક રથયાત્રાને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળતા ભક્તજનોમાં આનંદ છવાયો છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાન જગન્નાાથની રથયાત્રા યાદગાર બની રહે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું રથયાત્રા સમિતિ નાં કન્વીનર પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું.

શનિવારના રોજ ભગવાન જગન્નાાથ,ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાને આંખે બાંધેલ પાટા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા બાદ ભગવાનની ભવ્ય આરતી ઉતારી પાટણ શહેર સહિત સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તેવી કામના સાથે ભગવાન સન્મુખ ૧૦૦૮ માસ્ક અને સેનેટાઈઝરની બોટલની આંગી કરવામાં આવી હતી જેનો ભક્તજનોએ લ્હાવો લીધો હતો.

પાટણ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાાથજી ની ૧૩૯મી રથયાત્રા માં રથોને ખેંચતા ગુજરવાડા યુવક મંડળ, જય સીયારામ મંડળ અને ઘીમટા યુવક મંડળના મળી ૧૦૦ ખલાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ આરોગ્ય વિભાગ દ્વારા જગદીશ મંદિર ખાતે કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો પક્ષાાલન વિધિ દરમ્યાન ભાવિકભકતો ઉપસ્થિત રહીને ભગવાન જગન્નાથના દર્શન કરી અનેરો લ્હાવો લઈ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસરને ગુંજવી દીધું હતું.

આ પ્રસંગે મંદિરના પૂજારી કનુભાઈ મહારાજે ભગવાનના પક્ષાાલનની વિધિ સહિત કોરોના મહામારી ભગવાન જગન્નાથ નગરચયએ નિકળે ત્યારે નાબુદ થાય તે માટે માસ્કની આંગી પણ કરવામાં આવી હતી. તો પક્ષાાલનની વિધી બાદ મંદિરના પૂજારી દવારા ભગવાનને માસ્ક પહેરાવી કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરીજનોને માસ્ક પહેરવા અનુરોધ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024