શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમીનું પર્વ સમગ્ર ભારત ભરમાં આસ્થા અને ભકિત સાથે ઉજવવામાં આવ્યું હતું ત્યારે પાટણ શહેરમાં પણ નાગ પંચમીની ઉજવણી શ્રધ્ધાળુ ભકતો દવારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિરની સામે આવેલા લાલભાઈ પાર્ક-૧,ર અને કસ્તુરી નગરના સ્થાનિક રહીશો દવારા લાલભાઈ પાર્ક-૧માં આવેલી ગોગા મહારાજની નાની ડેરીનું રિનોવેશન કરીને ભવ્ય મંદિરનું નિર્માણ સોસાયટીના રહીશોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.
ત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા સહિતના વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા હતા. ત્યારે નાગ પંચમીના પવિત્ર પર્વ નિમિત્તે લાલભાઈ પાર્ક-૧,ર અને કસ્તુરીનગરના રહીશોના સામુહિક પ્રયાસથી ગોગા મહારાજના નવીન નિર્માણ પામેલા મંદિર ખાતે નાગ પંચમીની વિવિધ ધાર્મિક ઉત્સવો દવારા ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે મંદિર પરિસર ખાતે મહાઆરતી, આનંદના ગરબા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હોવાનું મોદી પરેશભાઈએ જણાવ્યું હતું.